May 18, 2024

સુરતમાં બરફ-ગોળાની લારીઓ પર ફૂડ વિભાગના દરોડા, ક્રીમ-ચાસણીનાં નમૂના લીધા

Surat icedish stall food and drug department raid cream syrup taken

સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.

અમિત રુપાપરા, સુરતઃ ઉનાળાની ઋતુમાં લોકો બરફ-ગોળા અને આઈસડિશ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે ઘણા દુકાનદારો વધારે નફો રડવા માટે કેમિકલયુક્ત ચાસણી કે પછી અનહાઇજેનિક રીતે બનાવવામાં આવેલા બરફનો ઉપયોગ કરતા હોય છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ આઈસ ગોલા વાળાને ત્યાંથી ચાસણી તેમજ બરફના નમૂના લેવામાં આવ્યા હતા. વેસુ, વરાછા, કતારગામથી બરફ, ક્રીમ તેમજ ચાસણીનાં નમૂના લેવામાં આવ્યા હતા.

ભારે ગરમીની શરૂઆત થતા જ સુરતમાં બરફ ગોલા ખાનારા લોકોની સંખ્યા પણ વધી છે. તો શહેરમાં ઠેર ઠેર જગ્યા પર બરફ ગોલાની દુકાનો શરૂ થઈ ગઈ છે. ત્યારે ઘણા લોકો વધારે નફો મેળવવા માટે હલકી ગુણવત્તાની ચાસણી, મલાઈનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ ઝોનમાં 18 જેટલી આઇસ ડીસની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ખોટા ડોક્યુમેન્ટ બનાવી RTEમાં એડમિશન લેનારા 170 વિદ્યાર્થીઓનું ફોર્મ રદ

ઘણા દુકાનદારો નેચરલ વસ્તુનો ઉપયોગ બરફ ગોલામાં કરવામાં આવે છે અને મિનરલ વોટરથી બરફ બનાવવામાં આવતો હોવાના બોર્ડ લગાડીને ગ્રાહકોને અકર્ષતા હોય છે. ત્યારે આવી દુકાનો પરથી બરફના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં મોટા વરાછાની જેબી આઈસ ડીસ, ઘોડદોડ રોડની ફાઇસટાર આઇસ ડીસ, વેસુની રજવાડી મલાઈ ગોલા, સીંગણપોરની જેબી આઈસ ડીસ, આનંદ મહેલ રોડની રજવાડી મલાઈ ગોલા કતારગામની રામ ઔર શ્યામ આઈસ ડીસ અને જય ભગવતી ડ્રાયફ્રુટ ગોલાની દુકાનનો સમાવેશ થાય છે.

આ તમામ દુકાનો પરથી વિભાગના અધિકારીઓ બરફ-મલાઈ અને ચાસણી સહિતના સેમ્પલો લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આ સેમ્પલમાંથી જો કોઈ પદાર્થ ભેળશેળયુક્ત જણાશે તો જે તે દુકાનદાર સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.