June 16, 2024

Rajasthanમાં તાપમાને તોડ્યો રેકોર્ડ, Gujaratમાં આ આગાહી

Weather Today: દેશના મોટો ભાગના વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ઉત્તર ભારતમાં ઉનાળાની ગરમી યથાવત રહેશે. આગામી પાંચ દિવસ સુધી ભારે ગરમીને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાનની અલગ પેટર્ન
દેશભરમાં ભારે ગરમી પડી રહી છે. ક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને પણ કામ વગર ઘરની બહાર ના નિકળવા માટે કહેવામાં આવ્યું છે. કેરળના પથનમથિટ્ટા, કોટ્ટયમ, અલપ્પુઝા, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપમાન પહોંચી ગયું
આ સાથે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જાબ અને હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જવાના શક્યતા છે. ગુજરાતમાં પણ ભારે ગરમી પડી રહી છે. રાજસ્થાનના બાડમેરમાં બુધવારે તાપમાન 48 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. જે ગઈ કાલે દેશમાં સૌથી વધારે તાપમાન હતું. આ સાથે રાજસ્થાનના ચુરુમાં 47.4, લોદીમાં 47.8 ડિગ્રી, જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, કંડલામાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. આ સાથે હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં હજુ પાંચ દિવસ આવું જ વાતાવરણ રહેશે. હવામાન વિભાગે લોકોને તડકામાં બહાર નીકળવા અંગે પણ સાવચેતી જાળવવા જણાવ્યું છે. આ વખતે ગુજરાતમાં પણ ભારે ગરમી પડી રહી છે. રાજ્યાના 5 જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં આગામી 24 કલાકમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.