June 16, 2024

Gandhinagarમાં રહેતા લોકો માટે ખુશખબર, જાણો ક્યારથી દોડશે મેટ્રો

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત સરકારના મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા મેટ્રો ફેઝ 2નું કામ હવે પૂર્ણતાના આરે છે. પરંતુ ગાંધીનગરવાસીઓને મેટ્રો ટ્રેનની મુસાફરી કરવા માટે હજુ બે માસ જેટલી રાહ જોવી પડશે. હવે આગમી દિવસોમાં ગુજરાત ખાતે રહેલ મેટ્રો પ્રોજેકટ ના અધિકારી દિલ્હી ખાતે મુખ્ય મેટ્રો કચેરીને પત્ર લખીને અમદાવાદના મોટેરાથી લઈને ગાંધીનગર ચ 0 સર્કલ સુધી મેટ્રો ટ્રેન કાર્યરત કરવામાં આવે તેવી રજૂઆત કરશે.

ઘણા લાંબા સમયથી ગાંધીનગરવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાની મહેચ્છા વ્યક્ત કરી રહ્યા પરતું તેમની ઇચ્છા પૂર્ણ થતાં હજુ બે માસ જેટલો સમય લાગશે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર ચ 0 સર્કલ સુધી મેટ્રો ટ્રેનની કામગીરી અતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે હવે ગાંધીનગર રહેવાસીઓ અમદાવાદ જવા માટે મેટ્રો ટ્રેન ઉપયોગ કરી શકશે. હાલ ગાંધીનગર સ્થિતિ મેટ્રો ટ્રેનની ઓફિસ દ્રારા કેન્દ્ર સરકારને પત્ર લખીને રજુઆત કરશે કે આગમી મેં માસના ગાળામાં મેટ્રો ટ્રેન ફેજ 2 માટે શરૂ કરવામાં આવે.

આમ તો ફેજ 2 માં મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ રૂટ 28 કિલોમીટરનો છે જેમાં કુલ 22 સ્ટેશનો ઉપબ્લધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ સ્ટેશનો પર તો ઍક્સેલેટર સીડી સહિત બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. ત્યારે રાજ્યના પાટનગરમાં સૌથી વધુ ઉપયોગ મેટ્રો સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ થશે. તેમાંય ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા તમામ કર્મચારીઓ મેટ્રો ટ્રેન સેવાનો આગામી મહિનાઓમાં લાભ લઇ શકે. પરતું હાલ ચ 0 સુધી જો મેટ્રો ટ્રેન દોડશે તો કર્મચારીઓ તેનો સીધો લાભ લઇ શકસે નહી. જેથી મહાત્મા મંદિર સુધી કામ પૂર્ણ થશે. ત્યારબાદ કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળશે. જોકે ગત માર્ચ મહિનામાં કોબાથી ચ 0 સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો અને આ ટ્રાયલ રન એકંદરે સફળ જોવા મળતા હવે આગમી જુલાઈ માસ સુધીમાં ગાંધીનગરના ચ 0 સર્કલ સુધી મેટ્રો રેલ કાર્યરત કરવામાં આવશે.