June 16, 2024

Botad: સમઢીયાળા ગામે તળાવમાં ડૂબી જતા 2 યુવકના મોત

બોટાદ: અંગ દઝાડતી ગરમીને લઇને લોકો હેરાન પરેશાન છે પરંતું આ વચ્ચે હાલ તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ સામે આવે છે. સમઢીયાલા નંબર 2 ગામે તળાવમાં બે યુવક ડુબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તળાવમાં ડૂબી જતા બંને યુવકના મોત નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર સમઢીયાળા ગામે 2 યુવક ડૂબવાની ઘટના સામે આવી છે. તળાવમાં બરવાળા ગામના 4 યુવકો ન્હાવા પડ્યા હતા. તરવૈયાઓએ બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જોકે, બોટાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ બન્ને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકના નામ અજય ગભાભાઈ મીર ઉ.18 રહેવાસી – બરવાળા.
ભદ્રીક રમેશભાઈ બાવળીયા ઉ.18 રહેવાસી – બરવાળા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓની ડૂબી જવાની ઘટના સામે આવી હતી. જેમાથી ચારના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચેય બાળકીઓ ડૂબી ગઇ હતી. આ પહેલા નર્મદામાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના સાત લોકોના મોત નીપજ્યા હતા.