June 3, 2024

5 દિવસ Ahmedabadમાં ગરમીનું ‘રેડ એલર્ટ’, જાણો તંત્રની તૈયારી

અમદાવાદઃ દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્રએ પણ ગરમીને લઈને પૂરતી તૈયારી કરી નાંખી છે.

તારીખ મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન રિમાર્ક્સ
20 મે 45 ડિગ્રી 32 ડિગ્રી રેડ એલર્ટ
21મે 45 ડિગ્રી 32 ડિગ્રી રેડ એલર્ટ
22 મે 45 ડિગ્રી 32 ડિગ્રી રેડ એલર્ટ
23 મે 45 ડિગ્રી 32 ડિગ્રી રેડ એલર્ટ
24મે 45 ડિગ્રી 32 ડિગ્રી રેડ એલર્ટ

રેડ એલર્ટ દરમિયાન તંત્રની તૈયારી

  • શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સાંજે 7 કલાક સુધી કાર્યરત રહેશે, દરેક અર્બન હેલ્થ સેન્ટર પર ઓઆરએસ પેકેટ્સ ઉપલબ્ધ છે.
  • દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાએ પર પ્રચાર રિક્ષા જનજાગૃતિ કરવામાં આવી રહી છે.
  • સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ લાખથી વધુ લોકોને વોટ્સએપ મેસેજ મારફતે એલર્ટ મેસેજ મોકલવામાં આવી છે.
  • સફાઇ કામદારોની બપોરની કામગીરીનો સમય 3 વાગ્યાથી બદલીને 4.30 કલાક કરવામાં આવ્યો છે.
  • એસ્ટેટ વિભાગ મારફતે તમામ બિલ્ડર્સને મજૂરો પાસે બપોરે 12થી 4 સુધી કોઈ કામગીરી ન કરાવવા સૂચના આપવામાં આવી છે.
  • તમામ ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશનનો સંપર્ક કરીને તેમના તમામ યુનિટ દ્વારા કર્મચારીઓ માટે પાણી-છાશની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે.
  • દરેક આશ્રયગૃહમાં ઓઆરએસ તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
  • ટ્રાફિક પોલીસને ઓઆરએસ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે.
  • શહેરની તમામ હોસ્પિટલ તેમજ કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રિલેટેડ ઇલનેસના દર્દીઓની સારવાર માટેની પૂરતી વ્યવસ્થા છે.