November 1, 2024

થોડા વર્ષોમાં કોંગ્રેસ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે: રાજનાથ સિંહ

Rajnath Singh On Congress: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર આંકરા પ્રહારો કર્યાં હતા. ઉત્તરાખંડના ગઢવાલ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર અનિલ બલૂનીના સમર્થનમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, આગામી કેટલાંક વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી ડાયનારોસની જેમ લુપ્ત થઇ જશે. તેણે કોંગ્રેસની સરખામણી બિગ બોસ સાથે પણ કરી હતી.

‘કોંગ્રેસીઓ રોજ એકબીજાના કપડા ફાડી રહ્યા છે’
રક્ષા મંત્રીએ દાવો કર્યો કે, “કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દરરોજ એકબીજાના કપડા ફાડી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીના થોડા વર્ષો પછી બાળકો પણ કોંગ્રેસ પાર્ટીને ઓળખશે નહીં.’ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડીને NDAમાં સામેલ થયા છે. આ નેતાઓમાં મિલિંદ દેવરા અને અશોક ચવ્હાણ જેવા મોટા નેતાઓ પણ સામેલ છે. અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા અને બાદમાં પાર્ટીએ તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા. જ્યારે મિલિંદ દેવરા શિવસેના (એકનાથ શિંદે જૂથ)માં જોડાયા હતા.

‘કોંગ્રેસ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે’
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ‘કોંગ્રેસમાંથી નેતાઓની હિજરત ચાલુ છે. એક પછી એક તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. મને ડર છે કે હવેથી થોડા વર્ષોમાં કોંગ્રેસ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે. તેઓ (કોંગ્રેસના નેતાઓ) રોજ એકબીજા સાથે લડી રહ્યા છે. આ પાર્ટી કંઈક અંશે ટીવી શો બિગ બોસના ઘર જેવી બની ગઈ છે. તેઓ દરરોજ એકબીજાના કપડા ફાડી રહ્યા છે.’