Women’s Day 2025: મનુ ભાકરનો જીવન સંઘર્ષ જ ખરું મોટીવેશન

Women’s Day 2025: ભારતની યુવા શૂટર મનુ ભાકરની પરિચયની કોઈ જરૂર નથી. સમગ્ર વિશ્વ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે. ત્યારે મનુ ભાકરને યાદ કરવામાં ના આવે એવું તો શક્ય નથી. જેણે પોતાની મહેનતથી તેના પરિવારની સાથે દેશનું પણ નામ રોશન કર્યું છે.
સૌથી સફળ મહિલા શૂટર્સ બની
18 ફેબ્રુઆરી 2002ના રોજ હરિયાણાના ઝજ્જર જિલ્લામાં જન્મેલી મનુએ ખૂબ જ નાની ઉંમરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. શૂટિંગ પહેલાં, મનુ ભાકરે બોક્સિંગ અને તાઈકવૉન્ડોથી પોતાની રમતની સફરની શરુઆત કરી હતી. મનુએ આ રમતોમાં રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ પ્રાપ્ત કર્યા છે. સમય જતાં શૂટિંગમાં તેમનો રસ વધ્યો અને તેમણે આ રમતમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. મનુ જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેણે પહેલી વાર શૂટિંગ શરૂ કર્યું હતું. વર્ષ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતતા હતા. જેના કારણે આટલી નાની ઉંમરમાં ઈન્ડિયાની સૌથી સફળ મહિલા શૂટર્સ બની ગઈ હતી.
આ પણ વાંચો: સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા ક્રિશ દવેની લાશ 36 કલાક બાદ મળી, ગઈકાલે બે સગીરના મળ્યા હતા મૃતદેહ
મનુ ભાકરની સિદ્ધિઓ
2018 કોમનવેલ્થ ગેમ્સમાં, તેણે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.2018 માં, તેણે મેક્સિકોમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.તેણીએ સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. મનુ ભાકરને ભારતીય રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2023 માં પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેણીએ ગયા વર્ષે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર 2024 નો એવોર્ડ પણ જીત્યો હતો.