નિરજ ચોપરાએ ભારતીય સેનામાં પોતાના પદ પરથી કેમ રાજીનામું આપ્યું?

Neeraj Chopra: નિરજ ચોપરા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. સૌથી પહેલા પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમને એક ટુર્નામેન્ટ માટે ભારતમાં આમંત્રણ આપ્યું હતું. આ પછી સતત તે ટ્રોલ થયો હતો. પહલગામમાં જે હુમલો થયો હતો આ પછી તેના આ નિર્ણયની ટીકા થવા લાગી હતી. હવે આ અંગે નિરજ ચોપરાએ પોતે આ વિશે નિવેદન આપ્યું હતું. નિરજે કહ્યું કે તેમના માટે દેશથી વધારે કંઈ ખાસ નથી. આ પછી નિરજ ચોપરાએ ભારતીય સેનામાંથી રાજીનામું આપી દીધું હતું. હવે તમામને સવાલ થઈ રહ્યો છે કે તેણે રાજીનામું કેમ આપી દીધું આવો જાણીએ.

આ પણ વાંચો: IND vs ENG ટેસ્ટ સિરીઝ ક્યારે શરૂ થશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

નિરજ ચોપરાએ રાજીનામું કેમ આપ્યું?
એવું તો અચાનક શું થયું કે નિરજે રાજીનામું આપી દીધું છે. વાસ્તવમાં, કોઈ વ્યક્તિ સેના કે અન્ય સરકારી સેવાઓમાં એક સાથે બે અલગ અલગ હોદ્દા પર રહી શકે નહીં. ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનું પદ સંભાળતા પહેલા તેમને સેનામાં સુબેદાર મેજરના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ટોક્યોમાં ગોલ્ડ જીત્યા બાદ, નિરજને સેના દ્વારા પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો અને તેને સુબેદારના પદ પર બઢતી આપવામાં આવી છે.