શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડ સોફી શાઇન કોણ છે?

Shikhar Dhawan: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને હવે સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે તે સોફી શાઇન સાથેના સંબંધમાં છે. તેમના સંબધો વિશે અટકળો ખૂબ લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. ધવન અને સોફીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેપ્શન લખવામાં આવ્યું કે ‘મેરા પ્યાર’ જેનાથી તેમના સંબંધની પુષ્ટિ કરવામાં આવી હતી. આવો જાણીએ આ સોફી શાઇન કોણ છે?

આ પણ વાંચો: મહિલા ક્રિકેટમાં ‘પુરુષો’ માટે પ્રવેશ નહીં,સુપ્રીમ કોર્ટે આપ્યો એવો નિર્ણય કે બધા ચોંકી ગયા

સોફી શાઇન કોણ છે?
સોફી શાઇન શિખર ધવને કારણે ચર્ચામાં આવી છે. સોફી શાઇન આયર્લેન્ડની છે તે એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તેણે લિમેરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે અબુ ધાબીના નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે. ધવને વર્ષ 2024માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે તે સમયે ત્યાં સોફી જોવા મળી હતી. આ પહેલા શિખર ધવનના મેરેજ આયેશા મુખર્જી સાથે થયા હતા પરંતુ 2023 માં બંનેના છૂટાછેડા થઈ ગયા છે.