સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કયા ખેલાડીને કેટલા પૈસા મળશે? જાણો

India National Cricket Team: BCCI એ 2024-25 ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં , વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ગ્રેડ-A+ માં રાખવામાં આવ્યા છે. બીજી બાજૂ શ્રેયસ ઐયર અને ઇશાન કિશનની વાપસી કરવામાં આવી છે. હાલ 34 ખેલાડીઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કયા ખેલાડીને કેટલા પૈસા મળશે.

ગ્રેડ-A માં સમાવિષ્ટ ખેલાડીઓને 7 કરોડ રૂપિયા મળશે
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જે ખેલાડીઓને ગ્રેડ Aમાં સમાવેશ કરવામાં આવ્યોછે તેવા 4 ખેલાડીઓ છે. આ ખેલાડીઓને ને 7 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ગ્રેડ-બીમાં કુલ 5 ખેલાડીઓ
શ્રેયસ ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડોમેસ્ટિક મેચમાં બેસ્ટ બેટિંગ કરી હતી. BCCI એ તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ફરીથી એડ કર્યા છે. તેને ગ્રેડ-બીમાં તક આપવામાં આવી છે. .તેમના સિવાય ગ્રેડ-બીમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રહેલા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા આપવામાં આવે છે.

આ પણ વાંચો: BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આ 5 ખેલાડીઓ બહાર

પંતને ફાયદો થયો
બીસીસીઆઈએ 6 ખેલાડીઓને ગ્રેડ-એમાં એડ કર્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રિષભ પંતનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને 5 કરોડની રકમ આપવામાં આવે છે. આ વખતે પંતને તેનો ફાયદો થયો છે. આ વખતે તેમને ગ્રેડ-એમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમને 2 કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો છે.

ગ્રેડ-સીમાં રહેલા આ ખેલાડીઓને મળશે આટલા કરોડ રુપિયા
ગ્રેડ-સીમાં, BCCI એ કુલ 19 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં BCCI તરફથી 1-1 કરોડ રૂપિયા આપવામાં આપવામાં આવશે. અભિષેક શર્મા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી અને આકાશ દીપને પહેલી વાર તક આપવામાં આવી છે.