ઉનાળાની શરૂઆતમાં જ અરવલ્લીમાં પાણીનો પોકાર, કલેક્ટરને કરી રજૂઆત

Water problem: હજૂ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં રાજ્યના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા થઈ રહી છે. અરવલ્લીમાં પણ ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની સમસ્યા થવા લાગી છે, મહત્વની વાત તો એ છે કે હજૂ આખો ઉનાળો બાકી છે. મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવા અરવલ્લી કલેક્ટરને રજૂઆત કરી છે. ભિલોડા તાલુકાના ખેડૂત એકતા મંચના પ્રમુખે પત્ર લખ્યો છે.
આ પણ વાંચો: Travis Headની વિકેટ લઈને સનસનાટી મચાવનાર પ્રિન્સ યાદવ કોણ છે?
પાણીની અછત
ઉનાળાની શરૂઆતમાં જ અરવલ્લીમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. પીવાના પાણીથી લઈને પશુઓ માટેના પાણીની પણ સમસ્યા થઈ રહી છે. અરવલ્લી જિલ્લા કલેકટરને પત્ર લખી માંગ કરવામાં આવી છે. નદી કાંઠાના વિસ્તારોમાં કુવા અને બોર તળ નીચે ગયા હોવાનું જણાવ્યું છે. મેશ્વો જળાશયના પાણીથી મોડાસા અને ભિલોડા તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. નદીકાંઠાના 30થી વધુ ગામડાઓને પાણી મળી રહેશે. પાણીની અછત સર્જાતા ઘાસચારો અને પશુઓ માટે મુશ્કેલી થઈ રહી છે.