વીરપુરમાં બે દિવસ સજ્જડ બંઘ, જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માગે નહીંતર…

Rajkot: વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. તેમ છતાં વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. જેને લઈને હવે વીરપુર ગ્રામ પંચાયતનો બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંત શિરોમણી જલારામ બાપા અંગે ટિપ્પણી કરવાને લઈને આજે અને આવતીકાલે વિરપુર(જલારામ) સજ્જડ બંધ રાખવામાં આવશે. તેમજ આવશ્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. આ ઘટનાને લઈને જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માગે. જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: જૂનાગઢ: ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ, ભારે પવનના કારણે લેવાયો નિર્ણય