May 20, 2024

IPL 2024: ઈંટનો જવાબ પથ્થરથી કેવી રીતે આપવો, તે વિરાટ કોહલી પાસેથી શીખવું જોઈએ

Virat Kohli, IPL 2024: ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી એક એવું નામ છે જે પોતાની દમદાર રમત માટે જાણીતો છે. મોટાભાગે તેને ઓળખનારા ખેલાડી તેના અને તેની ટીમ વિરૂદ્ધ કંઇપણ એવું કરતા બચતા હોય છે. જે કોહલીને ખરાબ લાગતું હોય. હવે આઇપીએલ 2024માં રમાયેલ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરૂ વચ્ચે રમાયેલ મેચની જ વાત કરીએ તો મેચમાં હાલ્ફ સેન્ચ્યુરી પૂર્ણ કર્યા બાદ રાઇલી રૂસોએ ગન સેલિબ્રેશન કર્યું તો થોડીક જ ક્ષણોમાં તેના આઉટ થયા બાદ કિંગ કોહલીએ તેને કરારો જવાબ આપ્યો હતો.

સિક્સર સાથે હાલ્ફ સેન્ચ્યુરી
8મી ઓવર નાંખવા આવેલા કૈમરૂ ગ્રીનને રાઇલી રૂસોએ બીજા બોલ પર ચોકો અને ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને 21 બોલમાં હાલ્ફ સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી. પંજાબી ફેન્સ તેને જોઇ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા તો રૂસોએ બેટને ગનના અંદાજમાં પકડ્યુ અને ઉજવણી કરી હતી. તે ખુબ જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો: હાર્દિકની કેપ્ટન્સીમાં ખુશ નથી સીનિયર પ્લેયર્સ? IPL 2024માંથી બહાર થયા બાદ MIમાં ઉથલ-પાથલ

થોડીક જ મિનિટ બાદ વિરાટ કોહલીનો જવાબ
142 રનના ભારે ભરખમ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબને વિધ્વંસક આગાજ આપનારા રાઇલીએ આગામી ઓવરમાં કર્ણ શર્માને પણ ચોગ્ગો અને સિક્સર ફટકારી હતી. જોકે આ ઓવરના જ છેલ્લા બોલ પર વધુ એક વખત ફેન્સની વચ્ચે બોલને 6 રન માટે મોકલવાના ચક્કરમાં શોટ હવામાં ફટકાર્યો હતો. જેના પછી જેક્સને ગજબનો કેચ પકડ્યો હતો તો વિરાટ કોહલી ઠાંય, ઠાંય અંદાજમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

ગજબનો રન આઉટ
મોટાભાગે પંજાબ માટે મેચ વિનિંગ ઇનિંગ રમનારા શશાંક સિંહે પણ ચોગ્ગા-છગ્ગા ફટકારતા નજર આવતો હોય છે. આ દરમિયાન તે એક રન માટે દોડી રહ્યો હતો અને બોલ કોહલી પાસે પહોંચ્યો. વિરાટે છલાંગ મારીને ન માત્ર બોલ પકડ્યો પરંતુ એક જ એક્શનમાં તેને સ્ટમ્પ પર મારી દીધો. શશાંત આઉટ થઇ ચૂક્યો હતો અને દરેક વ્યક્તિ કોહલીની સ્ફુર્તિ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો હતો. કોમેન્ટેટર્સ કહી રહ્યા હતા કે કોઇ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે.