PBKSને હરાવ્યા પછી વિરાટનું રિએક્શન વાયરલ, ગુસ્સે ભરાયો પંજાબનો કેપ્ટન

Virat Kohli Viral Video: આઈપીએલમાં 20 એપ્રિલના 2 મેચ રમાઈ હતી. જેમાં પહેલી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCB એ 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. આ મેચ જીતવામાં વિરાટે અને દેવદત્ત પડિકલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ મેચમાં બંને ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. જેના કારણે RCBએ 158 રનનો લક્ષ્યાંક ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. આ વચ્ચેનો એક વીડિયો સામે આવ્યો હતો. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરને તેના ઉજવણીથી ચીડવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: કૃણાલ પંડ્યાએ ચમત્કારિક કેચ પકડ્યો, વિરાટ કોહલીનું રિએક્શન થયું વાયરલ

વિરાટ કોહલીએ આ રીતે વિજયની ઉજવણી કરી
જીતેશ શર્માએ RCB ની ઇનિંગ્સની 19મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને જીત અપાવી હતી. સિક્સર ફટકાર્યા પછી, વિરાટ કોહલીએ શ્રેયસ ઐયર તરફ જોયું અને ઉત્સાહથી ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આવું રિએક્શન કરવાનું તેણે લાબા સમય સુધી ચાલું રાખ્યું હતું. શ્રેયસ ઐયરને તેનું આ રિએક્શન ગમ્યું નહીં તેવું લાગ્યું હતું. કોહલીના આવા રિએક્શનથી તે ગુસ્સામાં જોવા મળ્યો હતો. કોહલી નજીક ગયો હતો અને હસતો જોવા મળ્યો હતો.