બોલિવુડમાં એન્ટ્રી મારશે મોનાલીસા, બદલી ગઈ ચાલ ઢાલ

Viral Girl Monalisa: મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા હવે ફિલ્મોમાં એન્ટ્રી લેવાની છે. આ માટે મોનાલિસાએ પણ તૈયારીઓ આદરી દીધી છે. મોનાલિસાનું નસીબ ચમકી ગયું છે. એક કાર્યક્રમ માટે તે કેરળ પહોંચી છે. જેના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાયરલ મોનાલિસાના તેવર બદલાય ગયા છે.

મોનાલિસા પહોંચી કેરળ
મોનાલિસા પોતાની આંખને કારણ નસિબ ચમકી ગયું છે. કેરળમાં એક કાર્યક્રમમાં મોનાલિસા હાજરી આપવા પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે. જેમાં તે ઘણી સુંદર જોવા મળી રહી હતી. મોટા ભાગે મોનાલિસા બંધ વાળવામાં જોવા મળે છે. પરંતુ આ કાર્યક્રમમાં તેણે ખુલ્લા વાળ રાખ્યા છે. હળવા મેકઅપની સાથે તેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ પણ વાંચો: દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું, 100થી વધુ ઝૂંપડાઓ AMCએ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો

 

કરોડોની ગાડીમાં મોનાલિસા
વાયરલ યુવતી કરોડોની કિંમતની કારમાં કાર્યક્રમમાં પહોંચી હતી. સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી હતી. મોનાલિસાને પણ તે પસંદ આવી રહ્યું હતું. કેરળ કાર્યક્રમના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મોનાલિસાને ઘણી ભેટ પણ મળી હતી. તેમાં હીરાનો હાર પણ જોવા મળ્યો હતો. મહાકુંભમાં લોકોના પાપ ધોવાઈ કે નહીં પરંતુ મોનાલિસાની કિસ્મત ચમકી ગઈ છે. થોડા જ સમયમાં તે અભિનય કરતી જોવા મળશે.