વૈભવનું સદીથી સૂર્ય તિલક, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી
14-Year Old Vaibhav Suryavanshi Fastest Hundred: ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી હતી. 14 વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી છે. આ સદી સાથે, વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો
વૈભવ સૂર્યવંશીએ આ IPL સિઝનમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. વૈભવે માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારી. વૈભવે આગામી 18 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. વૈભવે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ સદી સાથે, વૈભવે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. વૈભવ સૂર્યવંશીથી આગળ ફક્ત ક્રિસ ગેલ છે, જેણે 30 બોલમાં સદી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ આ રેકોર્ડ બનાવ્યો
વૈભવ સૂર્યવંશીની આ સદી સાથે એક નવો રેકોર્ડ બન્યો છે. વૈભવ આઈપીએલના ઇતિહાસમાં સૌથી નાની વયનો ખેલાડી છે. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે તેની પસંદગી થયા બાદથી વૈભવ સમાચારમાં છે. આજે, સદી ફટકારીને, તેણે સૌથી નાની ઉંમરે 100 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.