વાઘબકરી ટી દ્વારા અનોખી પહેલ, ‘કપ ઓફ ગુડનેસ’ કેમ્પેનની શરૂઆત; 700 યુવતીઓને ફાયદો

અમદાવાદઃ આગામી 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે દેશની જાણીતી વાઘબકરી ટી ગ્રુપ દ્વારા ઉત્તર-પૂર્વ રાજ્યોમાં વીમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે કપ ઑફ ગુડનેસ કેમ્પેન શરૂ કરી રહી છે. જેમાં તેઓ મહિલાઓનાં સ્વાસ્થ્ય, સ્વરછતા અને શિક્ષણ માટે કાર્ય કરશે. આ પહેલથી અંદાજિત 700 યુવતીઓને ફાયદો થશે.

આસામ માં ટી પ્લકર્સ તરીકે મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે. ત્યારે તેમની દીકરીઓ અમુક કારણોસર અભ્યાસ છોડી દેતી હોય છે. આ સાથે આરોગ્ય સંભાળ અને સ્વછતા સુવિધાઓ મેળવવા માટે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે વાઘબકરી ટી ગ્રુપ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વાઘબકરી ટી લાઉન્જમાં આવનારા કસ્ટમરના બિલના 5% ભાગ આ પહેલ હેઠળ દાન કરવામાં આવશે. આ ઝૂંબેશ આગામી 13 મહિના સુધી ચાલશે. આ ઝુંબેશથી રીતે 700 મહિલાઓને ફાયદો થશે અને 2000 મહિલાઓ સુધી જાગૃતિનો સંદેશ ફેલાશે.

વાઘબકરી ટી ગ્રુપના ડિરેકટર વિદિશા દેસાઈએ જણાવ્યું હતું કે, આ પહેલથી ટી પ્લકર્સના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગ્રુપ દ્વારા કરાયેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 12 લાખ રુપિયાનું યોગદાન આપ્યું હતું. જેનાથી આસામના ટી પ્લકર્સને ફાયદો થશે. વાઘબકરી ગ્રુપના અમદાવાદ, મુંબઈ, દિલ્હી, પૂણે અને બેંગલોર સહિત 50થી પણ વધુ શહેરોમાં ટી લાઉન્જ આવેલા છે.