મહેસાણામાં ટ્રેઇની પ્લેન ક્રેશ, ઇજાગ્રસ્ત મહિલા પાયલોટને સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ

મહેસાણા: મહેસાણાના ઉચરપી ગામ નજીક ટ્રેઈની વિમાન ક્રેશ થયું છે. બ્લુ રે એવીએશન કંપનીનું વિમાન ખેતરમાં પટકાયું હતું. ટ્રેનિંગ લેતી મહિલા પાયલોટ ઘાયલ થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

અલોખ્યા પેચેટી નામની મહિલા ટ્રેની પાયલોટ બ્લુ રે નામની પ્રાઇવેટ એવીએશન કંપનીનું ટ્રેનીંગ વિમાન ઉડાવી રહી હતી. ટ્રેની મહિલા પાયલોટને સામાન્ય ઇજાઓ પહોંચી છે. વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી.