કાશ્મીર હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત, ત્રણેયના મૃતદેહ આજે મોડી સાંજે ગુજરાત પહોંચશે

ગાંધીનગર: કાશ્મીર હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. જેમાં એક સુરત અને બે ભાવનગરના વ્યક્તિના મોત નિપજ્યા છે. ત્યારે આજે મોડી સાંજે ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગુજરાત પહોંચશે. એક મૃતદેહ સુરત ખાતે પહોંચશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પર મૃતદેહને શ્રધાંજલિ આપશે. ત્યાર બાદ હર્ષ સંઘવી સુરત જવા રવાના થશે. જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત જવા માટે ગાંધીનગરથી રવાના થયા છે. જેઓ સુરત એરપોર્ટ પર મૃતદેહને શ્રદ્ધાંજલિ પાઠવશે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ સુરત એરપોર્ટ પર હાજરી આપશે. ઉપરાંત સુરતના આ યુવકના મોત બાદ તેમની અતિમ વિધિમાં હાજરી આપશે.
ભાવનગર ખાતે રાજ્યના અન્ન નાગરિક પૂવરઠા મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે. રાજ્યના મુખ્યમંત્રી પણ ભાવનગર ખાતે હાજરી આપશે. તેમજ મુખ્યમંત્રી અંતિમ વિધિમાં પણ હાજરી આપી શકે છે.