May 14, 2024

ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ

Forbes Richest List 2024: ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ 83 બિલિયન ડોલરથી વધીને 116 બિલિયન ડોલર થઈ ગઈ છે, જેનાથી તેઓ 100 બિલિયન ડોલરની ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. વર્ષ 2024 માટે ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગત વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ફોર્બ્સની છે જે ગયા વર્ષના 675 બિલિયન ફોર્બ્સની કરતાં 41 ટકા વધુ છે.

ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ 83 બિલિયન ડોલરથી વધીને 116 બિલિયન ડોલરની થઈ ગઈ છે. જેનાથી તેઓ 100 બિલિયન ડોલરની ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. મુકેશ અંબાણીએ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.

આ પણ વાંચો: PM મોદીએ ભારતીય માતા-પિતાને ખાસ સલાહ, બાળકો સાથે ક્યારેય આ ભૂલ ના કરો

ગૌતમ અદાણી આ લિસ્ટ અનુસાર બીજા સૌથી અમિર ભારતીય વ્યક્તિ છે. તેમની સંપત્તિમાં 36.8 અબજ ડોલરનો વધારો થયો છે. તેઓ 84 અબજ ડોલરની સંપત્તિ સાથે આ લિસ્ટમાં 17માં સ્થાન પર છે. સાવિત્રી જિંદાલ ભારતના સૌથી અમિર મહિલા બની ગયા છે. ભારતના સૌથી અમિર લોકોની યાદીમાં તેઓ ચોથા સ્થાન પર છે. એક વર્ષ પહેલા તેઓ છઠ્ઠા સ્થાન પર હતા. તેમની કુલ સંપત્તિ 33.5 અબજ ડોલર છે.

આ લિસ્ટમાં પચ્ચીસ નવા ભારતીય અબજોપતિના નામ આવ્યા છે. જેમાં નરેશ ત્રેહન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીનું નામ સામેલછે. ત્યાં જ બાયજુ રવીંદ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ આ લિસ્ટમાંથી બહાર થઇ ગયું છે.

આ છે ભારતના 10 સૌથી અમિર લોકો

મુકેશ અંબાણી- કુલ સંપત્તિ 116 અબજ ડોલર
ગૌતમ અદાણી- કુલ સંપત્તિ 84 અબજ ડોલર
શિવ નાદર- કુલ સંપત્તિ 36.9 અબજ ડોલર
સાવિત્રી જિંદાલ- કુલ સંપત્તિ 33.5 અબજ ડોલર
દિલીપ સંઘવી- કુલ સંપત્તિ 26.7 અબજ ડોલર
સાયરસ પૂનાવાલા – કુલ સંપત્તિ 21.3 અબજ ડોલર
કુશલ પાલ સિંહ- કુલ સંપત્તિ 20.9 અબજ ડોલર
કુમાર બિરલા – કુલ સંપત્તિ 19.7 અબજ ડોલર
રાધાકિશન દામાણી- કુલ સંપત્તિ 17.6 અબજ ડોલર
લક્ષ્મી મિત્તલ- કુલ સંપત્તિ 16.4 અબજ ડોલર