ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થશે, આવતીકાલે થશે ખાસ આ બેઠક

Team India New Test Captain: રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓની ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે ટીમમાં મોટો ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે. નવો કેપ્ટન શોધવાની સાથે રોહિત અને વિરાટ જેવો યોગ્ય વિકલ્પ પણ શોધવો પડશે. નવા કેપ્ટન અંગે આવતીકાલે ખાસ બેઠક યોજાવાની છે. ગંભીર પણ આ બેઠકમાં હાજરી આપશે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: નિરજ ચોપરાએ ભારતીય સેનામાં પોતાના પદ પરથી કેમ રાજીનામું આપ્યું?
બેઠકમાં નવા કેપ્ટનની થશે ચર્ચા
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે એ સ્પષ્ટ નથી કે ગંભીર પોતે બેઠકનું નેતૃત્વ કરશે કે પછી ફક્ત સલાહકારની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ એવું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિ સાથે મળીને નિર્ણય લેવામાં આવશે કે ટીમની કમાન હવે કોને સોંપવામાં આવે. કેપ્ટનની રેસમાં કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ પર ચર્ચા થઈ શકે છે.