સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, સપા સાંસદના નિવેદનને લઈ રોષ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કરણી સેના અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ દ્વારા અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો.
રાજ્યસભાના સમાજવાદી પાર્ટીના સાંસદે રામજીલાલ સુમને વિરશીરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંસદ વિરુદ્ધ સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે સંસદ રામમોજીલાલ સુમનને જાહેરમાં માફી માગે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે રાજપૂત કરણી સેના અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી છે. જો તેઓની માગ નહીં સંતોષાય અને માફી નહીં માગે તો આગામી સમયમાં તા.12 એપ્રિલના રોજ આગ્રા ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયેલ વિરોધ કરી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.