સુરત પોલીસ કમિશનરનું હોળી-ધુળેટીને લઈને જાહેરનામું, જાણી લો… ક્યાંક તહેવાર જેલમાં ના ઉજવાય!

અમિત રુપાપરા, સુરતઃ હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુંં બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર કાદવ-કીચડ, રંગ કે પછી કોઈ તૈલી પદાર્થ ભરેલી વસ્તુઓ કોઈ વ્યક્તિ, મિલકત કે વાહન પર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 15 માર્ચ સુધી સુરત શહેરમાં અમલી રહેશે.

હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણીને ધ્યાને લઈ શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા આશયથી શહેર વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર, હોળી-ધુળેટીના તહેવારમાં કોઈપણ વ્યક્તિઓએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો, વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કિચડ, રંગ, સિન્થેટીક રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી કે બીજી કોઇ વસ્તુઓ નાખવી-ફેંકવી નહીં.

હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહીં અથવા બીજા કોઈ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા-આવતા રાહદારીઓ અથવા વાહન રોકવા નહીં. તારીખ 15મી માર્ચ, 2025 સુધી આ જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.