June 16, 2024

Surat: કાળઝાળ ગરમી વચ્ચે હીટસ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત

અમિત રૂપાપરા, સુરત: રાજ્યમાં કાળઝાળ ગરમીને લઇને લોકો ત્રાહિમામ પોકાળી રહ્યા છે આ વચ્ચે હવે સુરતથી એક મોટા સમાચાર આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે તમામ મૃતકો ગભરામણ થાય બાદ બેભાન થાય હતા. જોકે, આ તમામને હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા તો એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઇને આગાહી કરી છે. આ વચ્ચે સુરતમાં હીટસ્ટ્રોકના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે તમામ મૃતકો ગભરામણ થાય બાદ બેભાન થાય હતા. જોકે, આ તમામને હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ‘ક્યારેય નહીં આપુ CM પદથી રાજીનામુ…’, અરવિંદ કેજરીવાલનો દાવો

જોકે, અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા હતા. ઉલ્લેખનીય છે

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીથી હાલ કોઇ રાહત મળે તેવા સંકેત નથી મળી રહ્યાં છે.કાળઝાળ ગરમી જીવલેણ બની છે રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 15નાં મોત, હિટ સ્ટ્રોકના 30થી વધુ નોંધાયા કેસ નોંધાયા છે.