વલસાડના હાઇવે પરથી પસાર થતા સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ISISની ધમકી મળી

વલસાડ: વલસાડના હાઇવે પરથી પસાર થતા સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને આઈ.એસ.આઈ.એસની ધમકી મળી છે. વોટ્સએપ કોલ મારફતે ઉપદેશ રાણાને તેમની ગાડીઓ અને સુરક્ષામાં રહેલ પોલીસની ગાડીઓ ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી.

ઉપદેશ રાણા પોતાના કામથી મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડ હાઇવે પર આવેલ એક હોટલ પર નાસ્તો કરવા ઉભા હતા. તે દરમિયાન તેમને વોટ્સએપ કોલ મારફતે મારવાની ધમકી મળી હતી. ‘ઉપદેશ રાણા મેં ISIS સે બાત કર રહા હું તેરી ગાડી ઔર તેરે સાથ જો પોલીસ કી ગાડી હૈ દોનો કો બોમ્બ સે ઉડાને વાલા હું’નો ઉપદેશ રાણાને ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ત્યાર બાદ બીજો વોટ્સએપ કોલ આવતા સામેથી કેહવામાં આવ્યું કે ‘તું ડર કયું રહા હૈ ઉપદેશ રાણા તું ડર મત’ સમગ્ર મામલાની ગંભીરતા જોતા ઉપદેશ રાણાએ વલસાડ પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી.

ઉપદેશ રાણાએને વોટ્સએપ કોલથી મળેલા ધમકી ભર્યા ફોનની અજાણ્યા ઈસમ વિરુદ્ધ વલસાડ રૂલર પોલીસ મથેકે ફરિયાદ નોંધાવી છે. સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને મળેલા ધમકી ભર્યા ફોનને લઈ ફરિયાદ નોંધી સમગ્ર મામલે રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે.