રોહિત શર્માએ વાનખેડે સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો, IPLમાં ખાસ ‘સદી’ પૂર્ણ કરી

Rohit Sharma: રોહિત વર્ષ 2008 થી IPLમાં રમી રહ્યો છે. આઈપીએલમાં તેના નામે ઘણા રેકોર્ડ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતી વખતે તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે SRH સામે 16 બોલમાં 26 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં કુલ ત્રણ છગ્ગા ફટકાર્યા. હતા. આવું કરતાની સાથે તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPLમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા.
View this post on Instagram
આ પણ વાંચો: શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રને નવી ઓળખ મળી! મોદીએ કહ્યું – આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ
રોહિતે ખાસ ‘સદી’ પૂર્ણ કરી
રોહિત શર્મા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. IPLમાં એક જ સ્થળે 100 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર તે ચોથો ખેલાડી બન્યો છે. રોહિત પહેલા વિરાટ કોહલીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 130 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે ક્રિસ ગેલે આ મેદાન પર 127 છગ્ગા ફટકાર્યા છે. એબી ડી વિલિયર્સે આ મેદાન પર 118 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે ચાલુ સિઝનમાં કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. રોહિતે ચાલુ સિઝનમાં કુલ 82 રન બનાવ્યા છે.