LSG સામે હાર્યા બાદ રિયાન પરાગે આપ્યું મોટું નિવેદન, હાર માટે આ ખેલાડીને ઠેરવ્યો જવાબદાર!

Riyan Parag: રાજસ્થાન રોયલ્સે 19 એપ્રિલે રમાયેલી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચ એવી હતી કે જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ શકે તેમ હતી. મોં માં આવેલે કોળિયો છીનવાઈ જાય તેવી હાલત રાજસ્થાન સાથે એક બાદ એક મેચમાં જોવા મળી હતી. મેચ બાદ રિયાન પરાગે નિવેદન આપ્યું હતું. તેણે સ્વીકાર કર્યો કે મેચ વહેલા પૂરી થઈ જવી જોઈતી હતી. સંદીપ શર્માની બોલિંગ વિશે પણ તેણે વાત કરી હતી.
આ પણ વાંચો: વૈભવે મેદાનમાં આવતાની સાથે જ પોતાનો જલવો બતાવ્યો, આઉટ થતાંની સાથે આંખોમાંથી આંસુ વહી ગયા
રિયાન પરાગે હાર વિશે શું કહ્યું?
કેપ્ટન રિયાન પરાગે મેચમાં હાર બાદ કહ્યું કે આ હારને ક્યા શબ્દોમાં કેવી રીતે વર્ણવવી. તેણે હાર માટે પોતાને દોષી ઠેરવ્યો હતો. આગામી મેચોમાં તેમની ટીમે 40 ઓવર સુધી સાથે રમવું પડશે. 19મી ઓવરમાં મેચ પુર્ણ કરી દેવી જોઈએ. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી યશસ્વી જયસ્વાલ હતો. તેણે 74 રન બનાવ્યા હતા. પરંતુ તેણે બનાવેલા રન પણ પાણી ફરી વળ્યું હતું. કારણ કે રાજસ્થાનની ટીમે હાર જ મળી આખરી ઓવરમાં.