રવિન્દ્ર જાડેજા IPL 2025ની સૌથી લાંબી સિક્સ મારી, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે

IPL 2025 માં 3 મે ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં RCB ટીમ 2 રનથી જીતવામાં સફળ રહી હતી. પરંતુ CSK ના 2 ખેલાડીઓએ તમામ ક્રિકેટ ચાહકોને પ્રભાવિત કર્યા હતા. જેમાં એક ખેલાડી આયુષ મ્હાત્રે હતું તેણે 94 રન ફટકાર્યા હતા. આ પછી બીજું નામ રવિન્દ્ર જાડેજાનું છે. જેને 45 બોલમાં 77 રન ફટકાર્યા હતા. એમ છતાં જોકે બંને ખેલાડીઓ ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા ના હતા.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાના 100 ODI રમનારી 7મી ભારતીય બની

IPL 2025 સીઝનમાં સૌથી લાંબા છગ્ગા મારનારા ખેલાડીઓ
રવિન્દ્ર જાડેજા – 109 મીટર VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
હેનરિક ક્લાસેન – 107 મીટર VS મુંબઈ ઈન્ડિયન્સ
આન્દ્રે રસેલ – 106 મીટર VS દિલ્હી કેપિટલ્સ
અભિષેક શર્મા – 106 મીટર VS પંજાબ કિંગ્સ
ફિલ સોલ્ટ – 105 મીટર VS ગુજરાત ટાઇટન્સ

જાડેજાએ એક એવો શોટ માર્યો કે બોલ સીધો ચિન્નાસ્વામી સ્ટેડિયમની છત પર ગયો હતો. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે IPL 2025ની સિઝનમાં સૌથી લાંબો છગ્ગો રવિન્દ્ર જાડેજાનો છે. જાડેજાનો આ સિક્સર 109 મીટર લાંબો હતો.