રાજકોટ સાયબર ક્રાઇમે વનરાજ ઝાલાની કરી ધરપકડ, સોશિયલ મીડિયા IDમાં સટ્ટાની જાહેરાત કરી ફસાવતો

રાજકોટઃ ઓનલાઇન ગેમિંગની જાહેરાત બદલ વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમે સોશિયલ મીડિયામાં 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા ગરબા ક્લાસિસના સંચાલક વનરાજ ઝાલાની ધરપકડ કરી છે.

આરોપી ઇન્સ્ટાગ્રામ આઇડીમાં દરરોજ સટ્ટાની એપ્લિકેશનની જાહેરાત કરતો હતો. શહેરના યુવાઓને અને ગરબાના ખેલૈયાઓને પોતાના આઇડીમાં સટ્ટાની જાહેરાત થકી ફસાવતો હતો. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં કુલ 9 જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સટ્ટાની જાહેરાત કરવા બદલ તમામની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.