રાજકોટમાં BJPના કોર્પોરેટરને પગમાં ગોળી વાગી, પતિની રિવોલ્વર નીચે પડી જતા થયું ફાયરિંગ

રાજકોટ: રાજકોટમાં બીજેપીના કોર્પોરેટરને પગમાં ગોળી વાગી છે. અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી હતી. કબાટમાંથી ઘરેણાં કાઢતા સમયે પગમાં ગોળી વાગી છે. પતિની લાઈસન્સવાળી રિવોલ્વર નીચે પડી જતા ફાયરિંગ થયું હતું.

અનિતાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.