May 20, 2024

48 કલાકમાં જ ઇઝરાયલે રફાહમાં મચાવી તબાહી, ભાગી જવા માટે મજબૂર થયા લોકો

ઇઝરાયલ: 7 ફેબ્રુઆરીએ ઇઝરાયલની સેનાએ રફાહ સરહદ પર કબજો કર્યો અને રફાહ પર હુમલો કર્યો. જે બાદ આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં અરાજકતા છે. રફાહમાં હુમલાના એક દિવસ પહેલા, ઇઝરાયલે નાગરિકોને મધ્ય ગાઝા અને અન્ય વિસ્તારોમાંથી ભાગી જવાનો આદેશ આપ્યો હતો. જે બાદ હજારો નાગરિકો રફાહથી ખાન યુનિસ તરફ જતા જોવા મળ્યા છે. આવો જાણીએ હુમલાની શરૂઆતથી અત્યાર સુધીમાં કઇ મહત્વની ઘટનાઓ બની છે.

ઈઝરાયેલના આ હુમલાથી ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ઈઝરાયલ સામે ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. અમેરિકાના શહેરોમાં દેખાવો ઉગ્ર બન્યા છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ 7 મેથી ઇઝરાયલના ઓપરેશનમાં 35થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 129 નાગરિકો ઘાયલ થયા છે. IDF અનુસાર, તેણે તેના ઓપરેશનમાં 30 હમાસ લડવૈયાઓને મારી નાખ્યા છે.

અમેરિકાએ શસ્ત્રોના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો
બિડેને રફાહ હુમલા પહેલા અમેરિકાની ચિંતાઓને નજરઅંદાજ કરવા બદલ ઈઝરાયેલને હથિયારોની સપ્લાય રોકવાની વાત કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકા ઈઝરાયેલને આયર્ન ડોમ, સેફ્ટી શીલ્ડ વગેરે જેવા સંરક્ષણ હથિયારો આપવાનું ચાલુ રાખશે.

રાફા બોર્ડર ખોલવાની અપીલ
ઇજિપ્તની સરહદે આવેલ રફાહ ક્રોસિંગ છેલ્લા 7 મહિનાથી ગાઝાને માનવતાવાદી સહાય પહોંચાડવાનું એકમાત્ર સાધન હતું. ઇઝરાયલી સેના દ્વારા તેના કબજે કર્યા પછી, ગાઝામાં માનવતાવાદી સહાય માટેના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવાધિકાર સંગઠનોએ ઇઝરાયલને રફાહ ક્રોસિંગ ફરીથી ખોલવાની અપીલ કરી છે.

રફાહથી ભાગી રહેલા પેલેસ્ટાઈન
રફાહના ભીડભાડવાળા પૂર્વીય વિસ્તારમાં હમાસ-ઇઝરાયલની લડાઈ તીવ્ર થતાં વિનાશની ચેતવણીને પગલે હજારો વિસ્થાપિત, ભયભીત અને થાકેલા પેલેસ્ટિનિયનોએ ફરી એકવાર તેમનો સામાન પેક કરીને રફાહ છોડીને ભાગવાનું શરૂ કર્યું છે.