પુતિનની કારમાં બ્લાસ્ટ… રશિયામાં મચી અફરાતફરી, શું મોતનું હતું કાવતરું?

Russia: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લક્ઝરી લિમોઝીન કારમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે થોડી જ વારમાં લક્ઝુરિયસ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ પુતિનની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

કારમાં વિસ્ફોટ
તમને જણાવી દઈએ કે પુતિનની આ લક્ઝરી કારની કિંમત £275,000 (લગભગ 3 કરોડ રૂપિયા) છે. આ વિસ્ફોટ રશિયન સુરક્ષા એજન્સી એફએસબીના મુખ્યાલયની સામે થયો હતો. એક અહેવાલ મુજબ, આ વિસ્ફોટ પછી પુતિને સીવરથી લઈને તમામ પ્રકારની તપાસના આદેશ આપ્યા છે. બ્લાસ્ટ વખતે કારમાં કોણ હાજર હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.

કારમાં આગ ભભૂકી ઉઠી
કારમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આગ એન્જિનમાંથી શરૂ થઈ હતી અને આખી કારમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન આસપાસના કેટલાક લોકો મદદ માટે પહોંચ્યા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે લોકો તેને જોતા જ રહી ગયા. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચો: આ ખેલાડી આઉટ થતાં જ આશિષ નેહરા થયા કોપાયમાન, વીડિયો થયો વાયરલ

 

ઝેલેન્સકીએ પુતિન વિશે શું દાવો કર્યો?

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની તબિયત બગડી રહી છે અને તેઓ ટૂંક સમયમાં મૃત્યુ પામશે. ઝેલેન્સકીએ ગયા બુધવારે (26 માર્ચ) એક મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. તેણે વધુમાં કહ્યું કે એકવાર પુતિન મરી જશે તો યુદ્ધ જલ્દી ખતમ થઈ જશે. આ દરમિયાન તેમણે અમેરિકાને મજબૂત રહેવા અને મોસ્કો પર તેની આક્રમકતા રોકવા માટે દબાણ ચાલુ રાખવાની પણ અપીલ કરી હતી.