પાકિસ્તાનમાં હુમલા બાદ પીએમ મોદીનો મોટો નિર્ણય, આ ત્રણ દેશોનો પ્રવાસ રદ

PM Modi’s Foreign Tour Cancelled: બુધવારે મોડી રાતે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. પાકિસ્તાને રાતે દિવસ બતાવી દીધો હતો. પાકિસ્તાનની અડધી રાતે નિંદર ઉડાડી દીધી હતી ભારતે. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. જેમાં 100થી વધારે આતંકવાદીઓના મોત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ પછી વડાપ્રધાન મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં મોદી 3 દેશનો પ્રવાસ રદ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનમાં ભારે તબાહી, ફોટો અને વીડિયો આવ્યા સામે

આ દેશોનો પ્રવાસ રદ કરવામાં આવ્યો
ભારતે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી છે. મોદીએ આ વચ્ચે મોટો નિર્ણય લીધો છે. આ સમયમાં મોદી 3 દેશની મુલાકાત લેવાના હતા. જેમાંર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. જોકે સત્તાવાર રીતે કેમ પ્રવાસ રદ કરવામાં આવ્યો તે વિશે માહિતી આપવામાં આવી નથી. રાષ્ટ્રીય સુરક્ષા માટેના મહત્વપૂર્ણ સમયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.