May 19, 2024

પીએમ મોદીએ ‘મિશન મહારાષ્ટ્ર’ની કમાન સંભાળી, ભાજપે ચૂંટણી જંગ જીતવા માટે બનાવી રણનીતિ

Lok Sabha Election 2024: મુંબઈની છ બેઠકો માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. મુંબઈમાં આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં છ બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે. વડા પ્રધાન મોદી 15 મેના રોજ મુંબઈમાં તેમની પ્રથમ જાહેર સભા કરશે. 17મીએ રોડ શો યોજાશે. પીએમ મોદીની સભાનું સ્થળ હજુ નક્કી થયું નથી.

આ પણ વાંચો: નથી બન્ને હાથ તો પણ કર્યું પગથી મતદાન, નડિયાદના અંકિત સોનીનો Video વાયરલ

મુંબઈમાં લોકસભાની કેટલી બેઠકો છે?
મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી છ બેઠકો મુંબઈમાં છે. મુંબઈના છ મતવિસ્તારોમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્યનો સમાવેશ થાય છે. ભાજપ મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પૂર્વ અને મુંબઈ ઉત્તર મધ્યમાંથી ચૂંટણી લડી રહી છે. જ્યારે શિંદે સેના મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્યથી ચૂંટણી લડી રહી છે.

પીએમ મોદીની મુંબઈ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાયુતિના ઉમેદવારોના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવી રહ્યા છે. ગત ચૂંટણીઓની સરખામણીમાં આ વર્ષે વડાપ્રધાન મોદીની સભાઓમાં વધારો થયો છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં 16 જગ્યાએ સભાઓ કરી છે. અત્યાર સુધીમાં બે તબક્કામાં મતદાન થયું છે. ત્રીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: PM મોદીના ભાઈ થયા ભાવુક, માતા હીરા બાને કર્યા યાદ

મહાયુતિમાં મુંબઈની છ બેઠકો માટેના ઉમેદવારોની યાદી
મુંબઈ નોર્થ ઈસ્ટ – મિહિર કોટચા
મુંબઈ ઉત્તર પશ્ચિમ – રવીન્દ્ર વાયકર
મુંબઈ ઉત્તર મધ્ય – ઉજ્જવલ નિકમ
મુંબઈ દક્ષિણ – યામિની જાધવ
મુંબઈ દક્ષિણ મધ્ય – રાહુલ શેવાળે
મુંબઈ ઉત્તર – પીયૂષ ગોયલ

પીએમ મોદી ભવ્ય રોડ શો કરશે
મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે. આ શહેરમાં દેશના મોટા અને જાણીતા લોકો રહે છે. મુંબઈમાં હંમેશા શિવસેના ઠાકરે જૂથનું વર્ચસ્વ જોવા મળ્યું છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ આ સીટ કોણ જીતશે તે તો 4 જૂને જ ખબર પડશે.