એન્થોની અલ્બેનીઝ બીજી વખત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Australia Election Result: PM નરેન્દ્ર મોદીએ આજે એન્થોની અલ્બેનીઝને તેમની જંગી જીત અને ફરી એકવાર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે કામ કરવા આતુર છે.

અલ્બેનીઝ સતત બીજી વખત વડાપ્રધાન બન્યા
ઑસ્ટ્રેલિયામાં અલ્બેનીઝ પ્રથમ વ્યક્તિ બન્યા છે, જેમણે વડાપ્રધાન તરીકે સતત બીજા ત્રણ વર્ષના કાર્યકાળ માટે જીત મેળવી છે.

PM મોદીએ તેમના અભિનંદન સંદેશમાં શું લખ્યું?
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા અને જંગી જીત બદલ એન્થોની અલ્બેનિસને અભિનંદન. આ મોટી જીત દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના લોકોને હજુ પણ તમારી નેતૃત્વ ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આગળ લખ્યું, ‘હું ભારત અને ઓસ્ટ્રેલિયાની ઊંડી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના અમારા સહિયારા લક્ષ્યને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.’