પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું

ગુલાબસિંહ ચૌહાણ - ફાઇલ તસવીર
મહીસાગરઃ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના હાઈ કમાન્ડમાંથી ટેલિફોનિક જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષે લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
લુણાવાડા વિધાનસભા સીટ પર 26,700 મતની લીડથી જીતેલા ઉમેદવારને ટિકિટ આપી હતી. મહીસાગરના વતની સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાતા કોંગ્રેસે ગુલાબસિંહ પર મોહર લગાવી છે. ગુલાબસિંહ ચૌહાણ લોકસભા સીટ જીતે તો લુણાવાડા વિધાનસભાની ચૂંટણી ફરીથી યોજાશે.
બીજી યાદીમાં ગુજરાતના 7 નામ સામેલ હતા
આ પહેલાં કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતની 7 સીટ પર લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કરી હતી. દિલ્હીથી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદરથી લલીત વસોયાનું નામ સામે આવ્યું છે. આ સિવાય બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરાયું છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણાનું નામ સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે. તો કચ્છથી નીતિશભાઇ લાલનનું નામ જાહેર કરાયું છે.