પંચમહાલમાં ગુંદીને તાલુકો બનાવવા વિરોધ યથાવત્, ગ્રામલોકોએ આવેદન આપ્યું

પંચમહાલઃ જિલ્લામાં અલગ તાલુકાની માગણીનો વિવાદ વકરી રહ્યો છે. MLA ફતેસિંહ ચૌહાણ સામે ગ્રામજનોએ આ મામલે મોરચો માંડ્યો છે. પોતાના વતન ગુંદી ગામને તાલુકો બનાવવા માગણી કરી છે.

ઘોઘંબા તાલુકાના 33 ગામનાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી કલેક્ટર સહિત ડીડીઓને આવેદનપત્ર આપ્યું છે. ગોધરા અને દેવગઢ બારીયાના ગામોને એક કરી ગુંદી તાલુકો બનાવવા માગણી કરવામાં આવી છે. સીમલિયા, દામાવાવ કે રીંછવાણી જેવા મોટા ગામોને તાલુકો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.

આ મામલે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો પણ કોઈ વિરોધ નથી. આ વિરોધ કરનારા લોકો ગ્રામજનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.