ગોધરામાંથી શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપાયો, એકની અટકાયત

પંચમહાલઃ ગોધરા બી-ડિવિઝન પોલીસે શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તેલનો જથ્થો ટેમ્પોમાંથી સગેવગે કરવામાં આવતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 125 ડબ્બા જેટલો ખાદ્ય તેલનો જથ્થો ઝડપ્યો છે.

ટેમ્પો રજિસ્ટ્રેશન થયા વગરની માધવ અને મેટ્રો રીફાઈન્ડ સોયાબીન બ્રાન્ડનો જથ્થો મળી આવ્યો છે. માધવ બ્રાન્ડના કુલ 15 કિલોનાં 25 ડબ્બા ઝડપાયા છે. મેટ્રો રીફાઈન્ડના 100 ડબ્બા મળ્યા છે. આમ કુલ 3.12 લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર જથ્થાનો બીલમાં ઉલ્લેખ જોવા મળ્યો નથી. ત્યારે આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.

પોલીસે તમામ જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી સેમ્પલ લેવડાવ્યાં છે. આ સમગ્ર મામલે પોલીસ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ સહિત તોલમાપ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.