પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો માન્યો આભાર, જાણો તેમણે શું કહ્યું

Pakistan Vs India War: અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 4 કલાકમાં જ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી હતી. પાકિસ્તાને માત્ર 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જોકે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોને કોઈપણ ઉલ્લંઘનનો કડક અને સચોટ જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. જોકે, સવારે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન

પાકિસ્તાનના પીએમએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે X પર પોસ્ટ કરી હતી. જેમાં ટ્રમ્પના નેતૃત્વ અને પ્રદેશમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભૂમિકા બદલ આભાર માન્યો હતો. પોસ્ટમાં લખ્યું કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ અને પ્રદેશમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભૂમિકા બદલ આભાર માનીએ છીએ. પાકિસ્તાન આ પરિણામને સરળ બનાવવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સની પ્રશંસા કરે છે, જેને અમે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતમાં સ્વીકાર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. આજ સવારથી જમ્મુ અને કાસ્મીરમાં શાંતિ જોવા મળી રહી છે. આવતીકાલે 12 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે રીથી DGMO સ્તરે વાતચીત થશે.