June 16, 2024

Sensex 1100 અંકના ઉછાળા સાથે નવી ઊંચાઇ પર, Nifty પણ નવાં રેકોર્ડ સ્તરે

Stock Market Today: નિફ્ટીએ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે સેન્સેક્સે 77,204નો ઓલ ટાઈમ હાઈ અને નિફ્ટી 22,898ના સ્તરને સ્પર્શ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝમાં 6%થી વધુની તેજી જોવા મળી હતી. આજના દિવસે ઓટો શેરોમાં પણ તેજી જોવા મળી હતી. બેન્ક અને ઓટો ઈન્ડેક્સમાં આજે બેન્ક અને ઓટો ઈન્ડેક્સમાં 2%ની તેજી જોવા મળી છે. આ સાથે રિયલ્ટી ઇન્ડેક્સ અને આઇટીમાં 1% કરતા ઉપર છે. ફાર્મા અને મેટલના શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજારમાં તેજીના કારણો
નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે 4 જૂને બીજેપી રેકોર્ડ આંકને સ્પર્શતાની સાથે જ શેરબજાર પણ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જશે. વર્ષ 2024 માટે RBI બોર્ડે સરકારને 2,10,874 કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે. સન ફાર્માના શેર પણ 3% થી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ સ્ટોકમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: જાણો કેમ શનિવારે ખુલ્યું ભારતીય શેર બજાર?

ગો ડિજિટના શેર 5% વધ્યા
ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સના શેર BSE પર 3.35%ના પ્રીમિયમ સાથે રૂપિયા 281.10 પર લિસ્ટ થયા હતા. તે જ સમયે, તે NSE પર 5.15%ના પ્રીમિયમ સાથે રૂ. 286 પર લિસ્ટ થયું હતું. તેની ઈશ્યુ પ્રાઈસ 272 રૂપિયા હતી. આજે એશિયન માર્કેટમાં પણ આજે ભારે ગ્રોથ જોવા મળ્યો છે. જેની અસર ભારતીય બજારમાં જોવા મળી છે. તાઈવાન, જાપાનનો નિક્કી ઈન્ડેક્સમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈ કાલે પણ ભારતીય બજારમાં તેજી જોવા મળી હતી.