દેશભરમાં આજે NEETની પરીક્ષાનું આયોજન, ગુજરાતના 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

અમદાવાદ: દેશભરમાં આજે મેડિકલ અને ડેન્ટલ માટેની NEET (UG)ની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે રાજ્યભરમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે. ગેરરીતિને લઈને આ વર્ષે તમામ સરકારી કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. NTA દ્વારા સરકારી કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

NEET (UG) પરીક્ષા શા માટે લેવામાં આવે છે?
ભારતમાં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (UG) પરીક્ષા લેવામાં આવે છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવે છે અને MBBS, BDS, આયુષ (આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી) અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફરજિયાત છે. 12મા ધોરણ પછી તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે.