નિરજ ચોપરા લેફ્ટનન્ટ કર્નલ બન્યા પછી તેમને કેટલો પગાર મળશે?

Neeraj Chopra Salary: ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા નિરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. આ પહેલા નિરજ ભારતીય સેનામાં નાયબ સુબેદારનું પદ સંભાળી રહ્યા હતા. હવે નિરજની બઢતી આપવામાં આવી છે. જેના કારણે તેના પગારમાં પણ વધારો થયો છે. હવે તમને ચોક્કસ સવાલ થતો હશે કે લેફ્ટનન્ટ કર્નલ બન્યા પછી Neeraj Chopraને કેટલો પગાર મળશે. આવો જાણીએ.
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમને મોટો ઝટકો, જોસ બટલરની જગ્યાએ રિપ્લેસમેન્ટની જાહેરાત
લેફ્ટનન્ટ કર્નલ બન્યા પછી તમને કેટલો પગાર મળશે?
ભારતીય સંરક્ષણ એકેડેમીની સત્તાવાર વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલને 1,21,200 થી 2,12,400 રૂપિયાની વચ્ચે પગાર મળે છે. ભારતીય સેનાનું આ પગાર માળખું 7મા પગાર પંચ પર આધારિત છે. મીડિયા રિપોટ અનુસાર લેફ્ટનન્ટ કર્નલ બનતા પહેલા નિરજની સેલેરી 37 કરોડ રૂપિયાની નજીક છે તેની વાર્ષિક આવક લગભગ 4 કરોડ રૂપિયા છે. તેની સાથે તે ઘણી પ્રોડક્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે જેમાંથી તે ઘણા પૈસા કમાય છે.