May 20, 2024

નડિયાદના ધ્રુવને વિજ્ઞાન પ્રવાહમાં મળ્યા 99.48 ટકા, પિતા ચલાવે છે રિક્ષા

રિપોર્ટર, યોગીન દરજી, નડિયાદ: આજે વહેલી સવારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે દર વખતે કરતા આ વખતે પરિણામ વધારે સારું આવ્યું છે જેને લઇને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ દરેક વચ્ચે હાલ નડિયાદના રાવળ પરિવારના દીકરાએ લોકોનું ધ્યાન પોતાની પર કેન્દ્રિત કર્યું છે. ધ્રુવ રાવળે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 99.48 અને ગુજકેટમાં 99.90 ટકા મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે.

મળતી માહિતી અનુસાર નડિયાદના ધ્રુવ રાવળે ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં 99.48 અને ગુજકેટમાં 99.90 ટકા મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ અંગે ધ્રુવે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેણે આખા વર્ષમાં 12 કલાક જેટલી મહેનત કરી છે. જ્યારે પણ તેને કોઇપણ વાતને લઇને કન્ફ્યૂઝન હોય તો તેને તેના વડીલ તેમજ શાળાના શિક્ષકો સાથે વાત કરીને તેનો ઉકેલ લાવતો.

વધુમાં ધ્રુવે જણાવ્યું કે તેના માતા-પિતાના સપોર્ટ અને આશીર્વાદથી આજે આ મુકામે પહોંચ્યો છે. જ્યારે મહત્વની વાત એ છે કે, ધ્રુવના મોટા ભાઇ પણ CAનો અભ્યાસ કરે છે. જ્યારે મોટી બેન માસ્ટર ઈન કોમર્સ કરી રહી છે. આમ પરિવારના ત્રણેય વિદ્યાર્થીઓ ભણવામાં અવ્વલ છે. જ્યારે ધ્રુવના પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના છોકરાઓને ભણાવે છે. તેમજ આજે ધ્રુવના પિતા નીતિનભાઇએ જણાવ્યું હતું કે તેમને તેમનના દીકરા-દીકરી પર ગર્વ છે.

ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે નડિયાદના રાવળ પરિવાર ના વિદ્યાર્થી એ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધ્રુવ રાવળ નામના આ યુવકે 12 સાયન્સ ની પરીક્ષામાં 99.48 અને ગુજ કેટ માં 99.90 ટકા મેળવી પરિવાર અને સ્કૂલનું માન વધાર્યું છે. ધ્રુવ નું કેવું છે કે અત્યારે આખું વર્ષ 12 કલાક જેટલી મહેનત કરી હતી. જ્યારે પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તેને સ્કૂલના શિક્ષકો સાથે વાત કરી તે કન્ફ્યુઝનનું સોલ્યુશન મેળવ્યું હતું, તેમ જ માતા પિતાના પ્રેરણા અને કુળદેવીના આશીર્વાદથી તેણે આ પરિણામ મેળવ્યું છે. આ મહત્વની વાત છે કે ધ્રુવના મોટાભાઈ છે તે સીએ નો અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે મોટીબેન માસ્ટર ઇન કોમર્સ કરી રહ્યા છે. આમ પરિવારના ત્રણે વિદ્યાર્થીઓ ભણવામાં કાઠું કર્યું છે. જેના કારણે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નીતિનભાઈ આજે દીકરા દીકરીઓ પર ગર્વ કરી રહ્યા છે.