તુર્કીયે સામે ભારત સરકારની મોટી કાર્યવાહી, Celebi Airportનું લાયસન્સ કર્યું કેન્સલ

Celebi Airport License: ભારત-પાકિસ્તાન વિવાદમાં ઇસ્લામાબાદને ટેકો આપવા બદલ કૃતઘ્ન તુર્કી સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. તુર્કી બુકિંગ રદ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે સાથે તુર્કીના વિરોધમાં પુતળાઓનું દહન પણ કરવામાં આવી રહ્યું છે. હવે ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: મુખ્ય કોચ ગંભીરે કર્યા સિદ્ધિવિનાયકના દર્શન, ઈંગ્લેન્ડ ટુર પહેલા લીધા આશીર્વાદ
તુર્કી સામે ભારત સરકારની મોટી કાર્યવાહી
તુર્કીયેની કંપની Celebi Airportનું લાયસન્સ કેન્સલ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં ભરાયા છે. Celebi કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગની સેવા આપે છે. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ સહિતના અરપોર્ટ પર આ કંપની કામ કરે છે. આ નિર્ણયથી Celebi હવે ભારતના કોઈ પણ એરપોર્ટ પર સુરક્ષા અને સંવેદનશીલ ક્ષેત્રમાં કામ નહીં કરી શકે. એટલે મોટા અરપોર્ટ પર વૈકલ્પિક ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઓપરેટની જરૂર પડી શકે છે.સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં, સરકારની આ નીતિને આ નિર્ણય બતાવે છે કે એવિએશન સેક્ટરમાં રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે. વિદેશી કંપનીઓએ પણ ઉચ્ચતર સુરક્ષા પ્રમાણોનું પાલન કરવું અનિવાર્ય છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતના રાષ્ટ્રીય હિતોની વિરુધ કોઈપણ ગતિવિધિ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.