May 20, 2024

Mahindra Scorpio N: અરે વાહ! સ્કોર્પિયોમાં હવે આ સુવિધાઓ

Scorpio: ભારતની લોકપ્રિય Mahindra Scorpio હવે તમને બદલાયેલી જોવા મળશે. હા, તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તેના મોટા ભાગના ફીચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે જાન્યુઆરી 2024થી બુકિંગ કરાવનારા ગ્રાહકોને નવા ફેરફારો સાથે Scorpio N મળશે. ચાલો જોઈએ કે શું કરવામાં આવ્યા છે ફેરફારો અને ફેરફાર કરવાથી તમને ફળશે ફાયદાકારક?

ખર્ચ ઘટાડવાનું શરૂ
કંપનીએ ઇન્ટિગ્રેટેડ મટિરિયલ કોસ્ટ રિડક્શન (ICMR) પહેલ હેઠળ ખર્ચ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સમાં આપેલી માહિતી અનુસાર નવી સ્કોર્પિયોના વિવિધ વેરિયન્ટ્સમાં ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં મહિન્દ્રા સ્કોર્પિયો એન રૂપિયા 39,300 મોંઘી થઈ છે. મહિન્દ્રાએ 1 લાખ યુનિટનું ઉત્પાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. અપડેટ્સ વિશે વાત કરતાં, રિપોર્ટ્સ સૂચવે છે કે Z4 અને Z6 વેરિઅન્ટમાં કૂલ્ડ ગ્લોવ બોક્સ ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય હાલના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને પણ Z6 મોડલમાંથી હટાવી દેવામાં આવશે.

આ પણ વાચો: Tata Motorsએ મારુતિ સુઝુકીને કહ્યું ‘ટાટા’, બની સૌથી મૂલ્યવાન કંપની

આ ફીચર્સમાં ફેરફાર
Scorpio Nના Z6 વેરિઅન્ટમાં Z4 ટ્રીમનું ક્લસ્ટર હાલના ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની જગ્યાએ ફીટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ તમામ ફેરફારો તે ગ્રાહકો માટે છે જેમણે જાન્યુઆરી 2024 થી SUV બુક કરાવી છે. મહત્વની વાત એ છે કે મહિન્દ્રાએ ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે આ પગલાં લીધાં હોવાનું જણાઈ રહ્યું છે. Scorpio N એ ભારતની સૌથી સુરક્ષિત SUVમાંની એક ગણવામાં આવે છે. તેને NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તમને જણાવી દઈએ કે Mahindra Scorpio Nની એક્સ-શોરૂમ કિંમત 13.60 લાખ રૂપિયાથી લઈને 24.54 લાખ રૂપિયા સુધીની છે.

આ પણ વાચો: દાયકાઓ જૂની લુના નવા રંગ-રૂપ સાથે ફરી આવશે માર્કેટમાં…

બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું?
નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું કે અમારી સરકાર દેશમાં વધુ સારી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સિસ્ટમ વિકસાવવા પર સતત કામ કરી રહી છે. અમારી સરકાર આવનારા વર્ષોમાં ઈ-વાહનોને વધારે વિસ્તારશે અને મજબૂત કરશે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ચાર્જિંગને ટેકો આપવા માટે એક ઇકો સિસ્ટમ પણ બનાવામાં આવશે. આ બજેટમાં સરકારે ઈલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની અને વધારવાની દિશામાં કામ કરવાનો દાવો કર્યો છે. લિથિયમ આયન (લી-ઓન) બેટરીનો સૌથી વધુ ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફોર વ્હીલરમાં બેટરીની કિંમત 40 થી 42 રૂપિયાની આસપાસ હોય છે.