અંજારમાં ગુના આચરી મેળવેલી 26 લાખથી વધુની મિલકતો જપ્ત, રિયા ગૌસ્વામી સામે કાર્યવાહી

અંજારઃ કચ્છ પોલીસે ગુજસીટોક હેઠળ રિયા ગૌસ્વામીની મિલકતો જપ્ત કરી છે. અંજારમાં મનીલેન્ડર ગેંગ લીડર રિયા ગોસ્વામીની મિલકત જપ્ત કરવામાં આવી છે. રિયાની કુલ 3 જેટલી મિલકતો જપ્ત કરવામાં આવી છે. કુલ 26.65 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

ઓર્ગેનાઈઝડ ક્રાઇમ કરતી ટોળકી વિરૂદ્ધ જરૂરી કાયદાકીય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરવાતા ઈસમોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ સિન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ કરવાની મોડસ ઓપરેન્ડીવાળા ઈસમો ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી “Organized Crime Syndicate” મુજબના ગુનાઓ આચરતા હોય તેવા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશને રીયાબેન ઈશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઈશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઈશ્વરગર ગૌસ્વામી રહે. તમામ મંકલેશ્વર, અંજાર કચ્છવાળાઓએ સાથે મળીને આર્થિક ફાયદા માટે ગુના આચરી મિલકતો મેળવી હતી. આ અંગે G.C.T.O.C કાયદા હેઠળની કલમ-18 મુજબ આરોપીઓની મિલકતો જપ્ત કરવામાં આવી છે.