ખંભાળિયામાં વિધર્મીઓ બેફામ, શ્રીનાથજીની હવેલીમાં સેવા કરતા પરિવાર પર હુમલો

Dwarka: ખંભાળિયામાં વિધર્મીઓને કોઈનો ડર રહ્યો નથી. શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર વિધર્મીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર શ્રીનાથજી હવેલીમાં ધાર્મિક ઉત્સવ હોવાના કારણે હવેલી બહાર ફટાકડા ફોડ્યા હતા. જેને લઈ ફટાકડા ફોડી રહેલા હવેલીના લોકો પર 4 વિધર્મીઓએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિધર્મીઓએ ભગવાન તેમજ હવેલીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા. જેને લઈને વિધર્મીઓને ગાળો બોલતા રોકવા જતા વિધર્મીઓ યુવકો બેફામ બન્યા હતા.
આ પણ વાંચો: વીરપુરમાં બે દિવસ સજ્જડ બંઘ, જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માગે નહીંતર…
ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકમાં અગાઉ નવરાત્રિ દરમિયાન ગરબા રમવા બાબતે પણ વિધર્મીઓએ હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો. ત્યારે હાલની ઘટનાથી સમગ્ર હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આવા આવારા તત્વોને સખત સજા આપવા માગ કરી છે. જોકે, આ ઘટનાને ગંભીરતા જોઈ શ્રીનાથજીની હવેલી ખાતે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.