November 1, 2024

JK Encounter: ઘૂષણખોરી કરનારા બે આતંકીને LOC પર ભારતીય સેનાએ ઠાર માર્યા

ભારતીય સેનાના જવાનોએ આતંકીઓની કોશિશને નાકામ કરતા તેમને નિયંત્રણ રેખા પર જ ઠાર માર્યા છે.

JK Encounter: ભારતીય સેનાએ ગુરૂવારે જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના તંગધાર સેક્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. અહીંયા આતંકી નિયંત્રણ રેખા (એલઓસી)ને પાર કરીને ઘૂષણખોરીની કોશિશ કરી રહ્યા હતા. ભારતીય સેનાના જવાનોએ તેમની કોશિશને નાકામ કરતા તેમને નિયંત્રણ રેખા પર જ ઠાર માર્યા છે.

ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, અહીંયા પાકિસ્તાન તરફથી બે આતંકી સરહદ પારથી ઘૂષણખોરીની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને ચેતવણી આપવામાં આવી તો તેમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના પછી ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં આતંકીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત સરકારે લાખોની સંખ્યામાં ગપ્પી માછલીઓનો ઉછેર કર્યો

ભારતીય સેનાએ આ ઘટના સાથે જ તલાશી અભિયાન શરૂ કરી દીધુ છે. સેનાનું આ ઓપરેશન હાલમાં પણ ચાલુ છે. માર્યા ગયેલા બંને આતંકી પાકિસ્તાન તરફ છે. આ આતંકીઓ સરહદ પાર કરવામાં અસફળ રહ્યા છે. ભારતીય સેનાની સાવચેતીની સામે ઘાટીમાં હાલ આતંકીઓની કોશિશો નાકામ બની રહી છે.

નોંધનિય છે કે, 20 મે નારોજ બારામૂલા લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી છે. આ સમગ્ર વિસ્તાર આ લોકસભા ક્ષેત્રમાં આવે છે. આવમાં ચૂંટણી પહેલા આતંકીઓની સફાઇથી ચૂંટણીનો આખો કાર્યક્રમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હાલમાં કુપવાડામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તે આજ લોકસભામાં આવે છે.