લ્યો બોલો! જેતપુરમાં મંદિરના પૂજારીની સાયકલની ચોરી થઈ ગઈ

Jetpur Crime: તમે ચોરી થવાના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એવી ચોરીના બનાવ વિશે જણાવવાના છીએ જે સાંભળીને પહેલીવારમાં હસી પડશો અને બીજી વાર તમને ભરોસો જ નહીં આવે કે આવી વસ્તુની પણ કોઈ ચોરી કરી શકે. જેતપુરમાં આવો બનાવ સામે આવ્યો છે.
આ પણ વાંચો: લિફ્ટ ના આપી તો હત્યા કરી નાંખી, 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા
પૂજારીની સાયકલની ચોરી
આવો ચોંકાવનારો કિસ્સો જેતપુરમાં બન્યો છે. જેમાં બાવાવાળ પરામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારીની સાયકલની ચોરી કરીને ચોર ભાગી જાઈ છે. આ ચોરીના બનાવના CCTV સામે આવ્યા છે. પોલીસે CCTV ના ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.