જસપ્રીત બુમરાહે સંજનાને ડેટ’ પર લઈ ગયો, સામે આવ્યા ફોટા

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહની રાહ મુંબઈએ ખૂબ જોઈ હતી. આ પછી જસપ્રીત ટીમમાં જોડાયો પછી ટીમમાં જીવ આવ્યો હતો. આ વચ્ચે હવે બુમરાહ તેની પત્ની સંજના ગણેશનને સુશી ડેટ પર લઈ ગયો, જેનો ફોટો તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો.
આ પણ વાંચો: PBKS vs LSG: ધર્મશાલા સ્ટેડિયમમાં પિચની સ્થિતિ કેવી હશે? ટોસની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ
જસપ્રીત બુમરાહ અને સંજના સુશી ડેટ પર
જસપ્રીત બુમરાહે તેની પત્ની સંજના ગણેશન સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, “મમ્મી અને પપ્પા સુશી ડેટ”. બુમરાહ વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંનો એક છે, જે IPL 2025 માં મુંબઈ ટીમનો ભાગ છે. તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહે 15 માર્ચ 2021 ના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ગોવામાં થયા હતા. સંજના મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ હતી, તે MTV સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળી હતી.